તારીખ 13/08/2024 ને મંગળવાર
આજ રોજ જંબુસર નગરપાલિકા દ્વારા શહેરમાં તિરંગા રેલીનું આયોજન કરેલ તેમાં શહેરની શ્રીમતી એચ. એસ. શાહ હાઈસ્કૂલ જંબુસરના વિદ્યાર્થીઓ અને NSS યુનિટના સ્વયંસેવકો દ્વારા સરકારશ્રીના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત હર ઘર તિરંગા યાત્રાનું આયોજન જંબુસર નગર પાલિકાના સયુક્ત ઉપક્રમે કરવામાં આવેલું હતું. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી દિલિપ આર. ભટ્ટ, અને શિક્ષક ગણ તથા શાળાના તમામ વિદ્યાર્થીઓ જોડાયા હતા. દરેકે આનંદ અને ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને દેશ ભક્તિના ગીતો અને નારાઓનો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યુ હતું. સદર કાર્યક્રમ સમગ્ર આયોજન વ્યા.શિક્ષક શ્રી વી.એમ.દેસાઇ, NSS પ્રો.ઓ. એમ.વાય.માલા અને શ્રી કમલેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
No comments:
Post a Comment