શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓનો પ્રાકૃતિક શિબિર કાર્યક્રમ યોજાયો.
આજરોજ તા.19/10/2023 ના રોજ શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કૂલના 38 વિદ્યાર્થીઓએ સામાજિક વનીકરણ વિભાગ જંબુસરના શ્રી અનિલભાઈ પઢીયાર ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ પ્રાકૃતિક શિબિરમાં ભાગ લીધો હતો. આ પ્રાકૃતિક શિબિરમાં સામાજિક વનીકરણ વિભાગ કયા કયા કાર્યો કરે છે, વૃક્ષોનું રોપણ કઈ રીતે કરવામાં આવે છે તેમજ વૃક્ષ સંબંધિત અન્ય માહિતી અને ઊંડી સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકોને વૃક્ષોની જુદી જુદી જાતિ, ઔષધી વૃક્ષોનું નિરીક્ષણ તથા વૃક્ષોના ટિસ્યુ કઈ રીતે તૈયાર કરવા તથા કઈ રીતે બીજ રોપવા એ અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોની કલમ વિભાગના સ્ટાફ સરાહનીય કામગીરી થી વનભોજન બાદ આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. અત્રેની શાળામાંથી શાળાના શિક્ષકો શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી મીનહાજ માલા તથા શ્રી કેવિન પટેલ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.
No comments:
Post a Comment