Monday, 18 December 2023

કલા મહાકુંભ માં શ્રીમતિ એચ એસ શાહ હાઇસ્કૂલ ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો

આજરોજ તા.18/12/2023 ના રોજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી,ભરૂચ દ્વારા પૂજા વિદ્યામંદિર વિદ્યાલય, નહાર મુકામે આયોજીત તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કુલ, જંબુસરના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓ પૈકી, શાળાની વિદ્યાર્થીની રાવળ માનસી વી. એ હળવું કંઠ્ય ગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.ઉપરાંત, ભજન સ્પર્ધામાં પઢીયાર તનિષા એ દ્વિતિય, સિમર માહી એ ચિત્ર સ્પર્ધામાં દ્વિતીય, નિબંધ સ્પર્ધામાં રાઠોડ  શિલ્પા બેને દ્વિતીય, તબલા વાદક માં પટેલ વિવેકે દ્વિતીય તેમજ સમૂહ ગીતમાં મારું હેતવી અને ગ્રુપ્રે પણ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ ભટ્ટ સાહેબ અને સમગ્ર શાળા પરિવાર દ્વારા તમામ વિજેતાઓને અભિનંદન આપ્યા.

No comments:

Post a Comment

સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ હેઠળ આજરોજ શ્રીમતી એચ.એસ શાહ હાઈસ્કૂલ માં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

આજરોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાની સ્વચ્છતા તથા સેલ્ફી પોઇન્ટ સ્વચ્છતા હી સેવા નું આયોજન...