Friday, 15 December 2023

કારકિર્દી માર્ગદર્શક સેમિનાર યોજાયો શ્રીમતી એચ. એસ. શાહ હાઈસ્કૂલ જંબુસરમાં

કારકિર્દી માર્ગદર્શક સેમિનાર યોજાયો            શ્રીમતી એચ. એસ. શાહ હાઈસ્કૂલ જંબુસરમાં માનવ કુટુંબ કલ્યાણ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ને કારકિર્દી પસંદગીમાં ઉપયોગી થાય તે હેતુ થી કર્મઠ ગ્રુપ ભરૂચ થી શ્રી ધર્મેશભાઈ પાઠક,શ્રીમતી આરતીબેન પટેલ અને તેમની ટીમ દ્વારા દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી ખુબજ સુંદર માહિતી ધર્મેશ ભાઈ પાઠક દ્વારા આપવામાં આવી હતી, અભ્યાસમાં કારકિર્દી પસંદગી કેવી રીતે કરવી, અભ્યાંસ કેવી રીતે કરવો અને સારા ગુણ કેવી રીતે મેળવી શકાય, હાલમાં કયા ક્ષેત્રમાં સૌથી વધારે રોજગારી મેળવી શકાય અને કયા કોર્ષ પસંદગી કરી શકાય તેની માહિતી આપી હતી, અત્રેની શાળામાંથી કાર્યકમને સફળ કરવામાં શાળાના સુપરવાઈઝર શ્રીમતી હીનાબેન ગામીત, શ્રી આર. જી પટેલ, અને શ્રી પી. એન ગોહિલ હાજર રહ્યા હતા, આ કાર્યક્રમનું સુચારુ સંચાલન અને ગોઠવણી ઉ. માં વિભાગ ના શિક્ષક શ્રી કમલેશ પટેલ કરી હતી

No comments:

Post a Comment

સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ હેઠળ આજરોજ શ્રીમતી એચ.એસ શાહ હાઈસ્કૂલ માં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

આજરોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાની સ્વચ્છતા તથા સેલ્ફી પોઇન્ટ સ્વચ્છતા હી સેવા નું આયોજન...