Friday, 22 December 2023

શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કુલ, જંબુસરમાં તા. 23/12/2023 ના રોજ વિવિધ વયના વિદ્યાર્થીઓ માટે ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત જંબુસર નગરપાલિકા કક્ષાની સૂર્ય-નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ આવ્યું

શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કુલ, જંબુસરમાં તા. 23/12/2023 ના રોજ વિવિધ વયના વિદ્યાર્થીઓ માટે ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત જંબુસર નગરપાલિકા કક્ષાની સૂર્ય-નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ આવ્યું. આ સ્પર્ધા માટે ગુજરાત બોર્ડ દ્વારા રવિરાજનકુમાર ,અમરદીપકુમાર,છત્રીવાલા હાર્દિબેન અને પ્રજાપતિ ચારુતા હાજર રહ્યા હતા. આ સંપૂર્ણ પ્રોગ્રામ નું વિડિયો રેકોર્ડિંગ અને ફોટોગ્રાફી પણ ગુજરાત યોગ બોર્ડ ઉપર અપલોડ કરવામાં આવી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી દિલીપકુમાર ભટ્ટ, સુપરવાઈઝશ્રી એચ.એન.ગામીત,શ્રી આર.જી. પટેલ, શ્રી કે.એ.પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન વી.એમ. દેસાઈએ કર્યું હતું.

Monday, 18 December 2023

કલા મહાકુંભ માં શ્રીમતિ એચ એસ શાહ હાઇસ્કૂલ ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો

આજરોજ તા.18/12/2023 ના રોજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી,ભરૂચ દ્વારા પૂજા વિદ્યામંદિર વિદ્યાલય, નહાર મુકામે આયોજીત તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કુલ, જંબુસરના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓ પૈકી, શાળાની વિદ્યાર્થીની રાવળ માનસી વી. એ હળવું કંઠ્ય ગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.ઉપરાંત, ભજન સ્પર્ધામાં પઢીયાર તનિષા એ દ્વિતિય, સિમર માહી એ ચિત્ર સ્પર્ધામાં દ્વિતીય, નિબંધ સ્પર્ધામાં રાઠોડ  શિલ્પા બેને દ્વિતીય, તબલા વાદક માં પટેલ વિવેકે દ્વિતીય તેમજ સમૂહ ગીતમાં મારું હેતવી અને ગ્રુપ્રે પણ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ ભટ્ટ સાહેબ અને સમગ્ર શાળા પરિવાર દ્વારા તમામ વિજેતાઓને અભિનંદન આપ્યા.

Friday, 15 December 2023

કારકિર્દી માર્ગદર્શક સેમિનાર યોજાયો શ્રીમતી એચ. એસ. શાહ હાઈસ્કૂલ જંબુસરમાં

કારકિર્દી માર્ગદર્શક સેમિનાર યોજાયો            શ્રીમતી એચ. એસ. શાહ હાઈસ્કૂલ જંબુસરમાં માનવ કુટુંબ કલ્યાણ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ને કારકિર્દી પસંદગીમાં ઉપયોગી થાય તે હેતુ થી કર્મઠ ગ્રુપ ભરૂચ થી શ્રી ધર્મેશભાઈ પાઠક,શ્રીમતી આરતીબેન પટેલ અને તેમની ટીમ દ્વારા દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી ખુબજ સુંદર માહિતી ધર્મેશ ભાઈ પાઠક દ્વારા આપવામાં આવી હતી, અભ્યાસમાં કારકિર્દી પસંદગી કેવી રીતે કરવી, અભ્યાંસ કેવી રીતે કરવો અને સારા ગુણ કેવી રીતે મેળવી શકાય, હાલમાં કયા ક્ષેત્રમાં સૌથી વધારે રોજગારી મેળવી શકાય અને કયા કોર્ષ પસંદગી કરી શકાય તેની માહિતી આપી હતી, અત્રેની શાળામાંથી કાર્યકમને સફળ કરવામાં શાળાના સુપરવાઈઝર શ્રીમતી હીનાબેન ગામીત, શ્રી આર. જી પટેલ, અને શ્રી પી. એન ગોહિલ હાજર રહ્યા હતા, આ કાર્યક્રમનું સુચારુ સંચાલન અને ગોઠવણી ઉ. માં વિભાગ ના શિક્ષક શ્રી કમલેશ પટેલ કરી હતી

Tuesday, 12 December 2023

શ્રીમતી એચ.એસ શાહ હાઇસ્કુલ જંબુસર દ્વારા શ્રી રામ કબીર ઉત્તર બુનિયાદી વિદ્યાલય રૂના ડ માં યોજેલ એનએસએસ કેમ્પ

આજ રોજ 12-12-23 ના રોજ NSS અને ઇકોક્લબ સંયુકત ઉપક્રમે રૂનાડ ગામની શ્રી રામ કબીર ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં એક કાર્યકમ થયો જેમાં શાળાના વિદ્યાર્થી અને શિક્ષકો જોડાયા હતા જેની કેટલીક છબીયો, શાળાના આચાર્યશ્રીદિલીપભાઈ ભટ્ટ, આર. જી. પટેલ, અનિલભાઈ પટેલ, કેવિન પટેલ, કુ. રિયા બેન પટેલ, ઇકોક્લબ સંચાલક કમલેશ પટેલ, અને nss પ્રો મિન્હાઝ માલા

સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ હેઠળ આજરોજ શ્રીમતી એચ.એસ શાહ હાઈસ્કૂલ માં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

આજરોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાની સ્વચ્છતા તથા સેલ્ફી પોઇન્ટ સ્વચ્છતા હી સેવા નું આયોજન...