Saturday, 30 September 2023

આજરોજ શાળામાં યોજાયેલ સ્વચ્છતા માટે શ્રમદાનનો કાર્યક્રમ

*આજરોજ તારીખ 01/10/2023 ના રોજ શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કુલ,જંબુસર માં 2જી ઓકટોબર,ગાંધી જયંતિ અંતર્ગત અને માનનીય વડાપ્રધાનશ્રી ના સૂત્ર  ' સ્વચ્છતા એ સ્વભાવ' ફલિત કરવાના હેતુથી શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ ભટ્ટ તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા શાળાના વર્ગખંડો, પ્રાંગણ,લોબી વગેરેમાં મળેલ સૂચના મુજબ સવારે 10.00 થી 11.00 વાગ્યા દરમિયાન સાફ સફાઈ કરી શ્રમદાન કરવામાં આવ્યું. તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સામૂહિક રીતે આ પ્રવુત્તિ ખુબજ ઉત્સાહભેર હાથ ધરવામાં આવી.*

ગાંધી જયંતી નિમિત્તે બાપુને શ્રદ્ધાંજલિ

Thursday, 14 September 2023

*શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે યોજાયું વાલી સંમેલન



જંબુસર તાલુકાની શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કૂલ ખાતે શાળાના આચાર્ય શ્રીમાન દિલીપ ભટ્ટ સાહેબ અને સંપર્ક વાલી મંડળ ના કન્વીનર શ્રી રવિકુમાર સોલંકી દ્વારા વાલી સંમેલનનું તારીખ 11 થી 14 સપ્ટેમ્બર 2023 સુધી સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જાગૃત વાલીઓએ હાજર રહી બાળકોના અભ્યાસ, પરીક્ષાની પૂર્વ તૈયારી બાળકોના સ્વાસ્થ્ય શાળા શિસ્ત નિયમો વિશે વિસ્તૃત ચર્ચા કરી બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરવામાં આવી હતી જેમાં સૌ વાલી મિત્રોનો મોટી સંખ્યામાં સાથ જોવા મળ્યો હતો. ઉપરાંત  વાલીઓ સાથે શાળા-અભ્યાસ-શિસ્ત વિશે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી જેમાં વાલીઓ શાળાની કામગીરીથી ખૂબ જ ખુશ જણાયા હતા.
    તેમજ શાળાના ઉમા વિભાગના સુપરવાઇઝર શ્રી મતી હીનાબેન એન ગામીત માધ્યમિકના સુપરવાઇઝર શ્રી ગોહિલ સાહેબ તેમજ શાળાના સિનિયર શિક્ષક શ્રી આર જી પટેલ સાહેબ તથા કે એ પટેલ સાહેબે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ શ્રી ટંડેલ સાહેબે પરીક્ષા લક્ષી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
અંતિમ તબક્કામાં સંપર્ક વાલી મંડળની રચના કરવામાં આવી હતી જેના પ્રમુખ તરીકે શ્રી રાકેશભાઈ માલીની નિમણૂક કરવામાં આવેલ છે,ઉપરાંત 12 જેટલા સભ્યોની પણ નિમણૂક કરવામાં આવેલ હતી.

Tuesday, 5 September 2023

શ્રીમતિ એચ એસ શાહ હાઈસ્કૂલ જંબુસર માં શિક્ષક દિન ની ભવ્યાતિભવ્ય ઉજવણી

કણ કણ વાવે તે કિસાન અને ક્ષણ ક્ષણ વાવે તે શિક્ષક;શિક્ષક એટલે રાષ્ટ્ર નિર્માતા.

આજરોજ તા.05/09/2023 ના રોજ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિના દિવસે ઉજવાતા શિક્ષક દિન નિમિતે અત્રેની શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કુલ,જંબુસરમાં પણ શિક્ષક દિવસ ની હર્ષલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે, શાળામાં વિવિધ વર્ગોના અભ્યાસ કરતા બાળકો દ્વારા એક આચાર્યશ્રી, શિક્ષક - શિક્ષિકા, ક્લાર્ક, પટાવાળા તેમજ અન્ય ભૂમિકાઓ ખુબ જ ઉત્સાહપૂર્વક ભજવવામાં આવી. તમામ વિદ્યાર્થીઓએ પોતાનાં દરેક કાર્યને ખુબજ આયોજનબધ્ધ રીતે, આત્મ-વિશ્વાસપૂર્વક અને સુ નિયોજન સાથે પૂર્ણ કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો. ત્યારબાદ, આજના દિવસે વિવિધ ભૂમિકા અદા કરનાર વિદ્યાર્થીઓ દ્વારા પોતાના શિક્ષક દિન વિશે તથા પોતાના અનુભવો સ્ટેજ ઉપર વ્યકત કર્યા અને તમામ શિક્ષશ્રીઓનો આભાર વ્યકત કર્યો. શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ ભટ્ટ સાહેબે તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી શાળાના શિક્ષકશ્રીઓએ તમામ વિદ્યાર્થીઓને આ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. બંને વિભાગમાંથી પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.

સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ હેઠળ આજરોજ શ્રીમતી એચ.એસ શાહ હાઈસ્કૂલ માં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

આજરોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાની સ્વચ્છતા તથા સેલ્ફી પોઇન્ટ સ્વચ્છતા હી સેવા નું આયોજન...