Monday, 30 October 2023

શ્રીમતી એચ.એસ. શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે NSS યુનિટ ,યુનિટ અને ઇકો ક્લબના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત શપથ વીધી કાર્યક્રમનું આયોજન

આજ રોજ તારીખ 30/10/2023 ને સોમવારના દિવસે શ્રીમતી એચ.એસ. શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે NSS યુનિટ, NCC યુનિટ અને ઇકો ક્લબના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત શપથ વીધી કાર્યક્રમનું આયોજન 11:00 વાગ્યે કરવામાં આવ્યું હતું. જેમાં આચાર્યશ્રી અને શાળાના અન્ય શિક્ષકો દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ શાળાના દરેક વિદ્યાર્થીઓને શપથ લેવડાવી હતી. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ 12:10 કલાકે રન ફોર યુનિટી મિશન અંતર્ગત મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના અલગ અલગ વિભાગના 80 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આમ સરદાર પટેલ જયંતિ અંતર્ગત આ બંને કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે અને ઉત્સાહ સાથે કરવામાં આવ્યા હતા.

No comments:

Post a Comment

સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ હેઠળ આજરોજ શ્રીમતી એચ.એસ શાહ હાઈસ્કૂલ માં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

આજરોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાની સ્વચ્છતા તથા સેલ્ફી પોઇન્ટ સ્વચ્છતા હી સેવા નું આયોજન...