Tuesday, 17 September 2024
સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ હેઠળ આજરોજ શ્રીમતી એચ.એસ શાહ હાઈસ્કૂલ માં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો
આજરોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાની સ્વચ્છતા તથા સેલ્ફી પોઇન્ટ સ્વચ્છતા હી સેવા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ ભટ્ટ સાહેબ તથા સ્વચ્છતા ઇન્ચાર્જ વી એમ દેસાઈ તથા એનએસએસ ના કન્વીનર મિનહાજ માલા સાહેબ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સફાઈ અભિયાન ને સફળ બનાવ્યું હતું
QDC કક્ષા ના કલા ઉત્સવ માં શ્રીમતિ એચ એસ શાહ હાઇસ્કુલના વિદ્યાર્થી નો ઉત્ક્રુષ્ટ દેખાવ
શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કુલ,જંબુસર ના વિદ્યાર્થીઓએ સરસ્વતી વિદ્યા મંદિર, જંબુસર ખાતે યોજાયેલ QDC કક્ષાના 'ગરવી ગુજરાત' થીમ આધારિત 'કલા મહોત્સવ' -2024 અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. સંગીત- ગાયન સ્પર્ધામાં 12 આર્ટસની વિદ્યાર્થિની રાવળ માનસી વિનોદભાઈએ પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. ઉપરાંત, 9-A ની વિદ્યાર્થીની ચૌહાણ ક્રિષ્ના અરવિંદભાઈએ માધ્યમિક વિભાગની ચિત્ર સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ધો. 11 કોમર્સની વિદ્યાર્થિની ચૌહાણ આર્યા સંજયભાઇએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. શાળાના સાહિત્ય અને સાંસ્કૃતિક વિભાગના શ્રીમતી એન. ડી . ચૌધરી અને શ્રીમતી એન. ડી.પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને સ્પર્ધા માટે સતત પ્રોત્સાહિત કરી સ્પર્ધા માટે આવશ્યક માનસિક મનોબળ પૂરું પાડયું હતું. શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ ભટ્ટ અને સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને તમામ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતી અને આગામી તમામ સ્પર્ધાઓમાં તેમને ઝળહળતી સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
Subscribe to:
Posts (Atom)
સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ હેઠળ આજરોજ શ્રીમતી એચ.એસ શાહ હાઈસ્કૂલ માં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો
આજરોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાની સ્વચ્છતા તથા સેલ્ફી પોઇન્ટ સ્વચ્છતા હી સેવા નું આયોજન...
-
આજ રોજ તા. 24/07/2024 શ્રીમતિ એચ. એસ. શાહ હાઈસ્કૂલ જંબુસર દ્વારા 'શિક્ષા સપ્તાહ' ઉજવણી ના ભાગ રૂપે 'રમત ગમત પ્રવૃત્તિ મા દેશી ...
-
આજરોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાની સ્વચ્છતા તથા સેલ્ફી પોઇન્ટ સ્વચ્છતા હી સેવા નું આયોજન...
-
શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કુલ,જંબુસર ના વિદ્યાર્થીઓએ સરસ્વતી વિદ્યા મંદિર, જંબુસર ખાતે યોજાયેલ QDC કક્ષાના 'ગરવી ગુજરાત' થીમ આધારિત ...