Sunday, 12 November 2023

નૂતન વર્ષાભિનંદન.

સ્નેહી શ્રી, મારા તથા મારા પરિવાર તરફથી...

આપને તથા આપના પરિવારને નવા વર્ષ ના તહેવાર પર ખૂબ ખૂબ શુભકામના.
આ નવા વર્ષ માં સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદ્ ભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.

નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય અને દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના...💐💐

🙏 Happy New Year 🙏       from 
👉🏻Dilip R.Bhatt
👉🏻Divya D.Bhatt
👉🏻 Yashvi D.Bhatt

Tuesday, 7 November 2023

આજરોજ તા.07/11/2023 ના રોજ અત્રેની શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કુલ, જંબુસર માં રંગોળી સ્પર્ધા અને દિવાળી કાર્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

આજરોજ તા.07/11/2023 ના રોજ અત્રેની શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કુલ, જંબુસર માં રંગોળી સ્પર્ધા અને દિવાળી કાર્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ શાળાની કલ્ચરલ સમિતિના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્ધાઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. બંને સ્પર્ધાઓમાં શાળાના બાળકો દ્વારા ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો અને તેમની કલાની ઉત્કૃષ્ટ પ્રસ્તુતિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આગામી દિવાળી ઉત્સવો અંતર્ગત  વિદ્યાર્થીઓએ કરેલ પોતાના કલાના પ્રદર્શનને શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકો દ્વારા બિરદાવવામાં આવ્યું.

Friday, 3 November 2023

આજરોજ શ્રીમતી એચ એસ શાહ હાઈસ્કૂલમાં યોજાયેલ સીઝ સર્વે

આજરોજ શ્રીમતી એચ.એસ શાહ હાઈસ્કૂલમા સ્ટેટ એજ્યુકેશનલ અચિવમેન્ટ સર્વે માટે એક પરીક્ષાનું આયોજન થયેલું આ પરીક્ષામાં ધોરણ નવ ના 30 બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સફળતાપૂર્વક પરીક્ષાનું કાર્ય ખૂબ જ શાંતિથી પૂરું થયું હતું અને ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર ઉર્વશીબેન દ્વારા સમગ્ર પરીક્ષાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષકો શ્રી કમલેશભાઈ પટેલ વિક્રમભાઈ દેસાઈ આર જી પટેલ ખૂબ જ મહેનત કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ હેઠળ આજરોજ શ્રીમતી એચ.એસ શાહ હાઈસ્કૂલ માં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

આજરોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાની સ્વચ્છતા તથા સેલ્ફી પોઇન્ટ સ્વચ્છતા હી સેવા નું આયોજન...